12
મદદ માટે પ્રાર્થના
મુખ્ય ગવૈયાને માટે; શમીનીથ પ્રમાણે ગાવાને. દાઉદનું ગીત.
1 હે યહોવાહ, મદદ કરો, કેમ કે ઈશ્વરના લોકો ઓછા થઈ ગયા છે;
વિશ્વાસુ લોકો ઓછા થઈ ગયા છે.
2 દરેક પોતાના પડોશી સાથે અસત્ય બોલે છે;
દરેક માણસ ખુશામત કરનાર હોઠ અને બે મનવાળાની જેમ બોલે છે.
3 યહોવાહ સર્વ ખુશામત કરનાર હોઠોનો
તથા દરેક બડાઈ કરનારી જીભોનો નાશ કરશે.
4 તેઓએ એવું કહ્યું, “અમારી જીભથી અમે જીતીશું.
જ્યારે અમારા હોઠ અમારા પોતાના છે, ત્યારે અમારો માલિક કોણ છે?”
5 યહોવાહ કહે છે,
“ગરીબોને લૂંટ્યાને લીધે તથા દરિદ્રીઓના નિસાસાને લીધે, હું હવે ઊઠીશ.”
“જેને તેઓ તુચ્છકારે છે તેને હું સહીસલામત રાખીશ.”
6 યહોવાહના શબ્દો શુદ્ધ છે,
જેમ જમીન પરની ભઠ્ઠીમાં તપાવેલી ચાંદી, જે સાત વાર શુદ્ધ કરેલી હોય,
તેના જેવા તેઓ પવિત્ર છે.
7 હે યહોવાહ, તમે અમને* 12:7 તેઓને સંભાળજો.
આ દુષ્ટ પેઢીના માણસોથી તમે સદા તેઓનું રક્ષણ કરશો.
8 જ્યારે મનુષ્યના પુત્રોમાં દુષ્ટતા વધે છે
ત્યારે દુષ્ટો ચારેતરફ ફરે છે.