11
કોણ કોણ યરુશાલેમમાં વસ્યું તેની યાદી
1 લોકોના તમામ આગેવાનો યરુશાલેમમાં વસ્યા અને બાકીના લોકોએ એ માટે ચિઠ્ઠીઓ નાખી કે દર દસમાંથી એક માણસ પવિત્ર નગર યરુશાલેમમાં રહેવા માટે જાય. બાકીના નવ અન્ય નગરોમાં જઈને વસે. 2 યરુશાલેમમાં રહેવા માટે જે લોકો રાજીખુશીથી આગળ આવ્યા, તે સર્વ માણસોને બાકીના લોકોએ શુભેચ્છા પાઠવી.
3 પ્રાંતના જે આગેવાનો યરુશાલેમમાં રહ્યા તેઓ આ છે. ઇઝરાયલના લોકો, યાજકો, લેવીઓ, ભક્તિસ્થાનના સેવકો અને સુલેમાનના ચાકરોના વંશજો યહૂદિયાના નગરોમાં પોતપોતાનાં વતનમાં રહ્યા. 4 યહૂદાના કેટલાક અને બિન્યામીનના કેટલાક વંશજો યરુશાલેમમાં વસ્યા. તેઓ આ છે.
યહૂદાના વંશજોમાંના: અથાયા ઉઝિયાનો પુત્ર, ઉઝિયા ઝખાર્યાનો, ઝખાર્યા અમાર્યાનો, અમાર્યા શફાટયાનો, શફાટયા માહલાલેલનો પુત્ર અને માહલાલેલ પેરેસના વંશજોમાંનો એક હતો.
5 અને માસેયા બારુખનો પુત્ર, બારુખ કોલ-હોઝેનો, કોલ-હોઝે હઝાયાનો, હઝાયા અદાયાનો, અદાયા યોયારીબનો, યોયારીબ ઝખાર્યાનો પુત્ર, ઝખાર્યા શીલોનીનો પુત્ર હતો. 6 પેરેસના સર્વ વંશજો જેઓ યરુશાલેમમાં વસ્યા તેઓ ચારસો અડસઠ હતા. તેઓ સર્વ પરાક્રમી પુરુષો હતા.
7 બિન્યામીનના વંશજો આ છે: સાલ્લૂ તે મશુલ્લામનો પુત્ર, મશુલ્લામ યોએલનો, યોએલ પદાયાનો, પદાયા કોલાયાનો, કોલાયા માસેયાનો, માસેયા ઇથીએલનો, ઇથીએલ યશાયાનો પુત્ર હતો. 8 અને તેના પછી ગાબ્બાય અને સાલ્લાય, તેઓ નવસો અઠ્ઠાવીસ હતા. 9 ઝિખ્રીનો પુત્ર, યોએલ, તેઓનો આગેવાન હતો. હાસ્સેનુઆનો પુત્ર યહૂદા એ નગરનો દ્વિતીય ક્રમનો અધિકારી હતો.
10 યાજકોમાંના યોયારીબનો પુત્ર યદાયા, યાખીન, 11 સરાયા તે હિલ્કિયાનો પુત્ર, હિલ્કિયા મશુલ્લામનો, મશુલ્લામ સાદોકનો, સાદોક મરાયોથનો, મરાયોથ અહિટૂબનો પુત્ર હતો. સરાયા ઈશ્વરના સભાસ્થાનનો કારભારી હતો, 12 અને તેઓના ભાઈઓ જેઓ સભાસ્થાનનું કામ કરતા હતા, તેઓ આઠસો બાવીસ હતા. માલ્કિયાના પુત્ર, પાશહૂરના પુત્ર, ઝખાર્યાનાં પુત્ર, આમ્સીના પુત્ર, પલાલ્યાના પુત્ર, યરોહામનો પુત્ર, અદાયા.
13 તેના ભાઈઓ જેઓ પોતાના કુટુંબોના આગેવાનો હતા તેઓ બસો બેતાળીસ હતા. ઈમ્મેરના પુત્ર, મશિલ્લેમોથના પુત્ર, આહઝાયના પુત્ર, અઝારેલનો પુત્ર, અમાશસાય, 14 અને તેઓના ભાઈઓ, એ પરાક્રમી પુરુષો એકસો અઠ્ઠાવીસ હતા. હાગ્ગદોલીમનો પુત્ર ઝાબ્દીએલ તેઓનો અધિકારી હતો.
15 લેવીઓમાંના: બુન્નીના પુત્ર, હશાબ્યાના પુત્ર, આઝ્રીકામના પુત્ર, હાશ્શૂબનો પુત્ર શમાયા, 16 લેવીઓના આગેવાનોમાંના શાબ્બથાય તથા યોઝાબાદ ઈશ્વરના ભક્તિસ્થાનના બહારના કામકાજ પર દેખરેખ રાખતા હતા. 17 અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝાબ્દીના પુત્ર મિખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો. અને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો, તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુત્ર આબ્દા હતો. 18 પવિત્ર નગરમાં બધા મળીને બસો ચોર્યાસી લેવીઓ હતા.
19 દ્વારપાળો: આક્કુબ, ટાલ્મોન તથા તેમના સગાંઓ, જે દ્વારપાળો હતા, તેઓ એકસો બોતેર હતા. 20 બાકીના ઇઝરાયલીઓ, યાજકો, લેવીઓ, યહૂદિયાનાં સર્વ નગરોમાં પોતપોતાના વતનોમાં રહ્યા. 21 ભક્તિસ્થાનના સેવકો ઓફેલમાં રહ્યા અને સીહા તથા ગિશ્પા તેમના અધિકારી હતા.
22 યરુશાલેમના લેવીઓનો અધિકારી પણ, ઈશ્વરના ભક્તિસ્થાનના કામ પર, આસાફના વંશજોમાંના એટલે ગાનારોમાંના મિખાનો દીકરો માત્તાન્યાનો દીકરો હશાબ્યાનો દીકરો બાનીનો દીકરો ઉઝિઝ હતો. 23 તેઓ વિષે રાજાની એવી આજ્ઞા હતી કે ગાનારાઓને દરરોજ જરૂરિયાત પ્રમાણે નિયુક્ત ભથ્થું આપવું. 24 યહૂદાના દીકરો ઝેરાહના વંશજોમાંના મશેઝાબએલનો દીકરો પથાહ્યા લોકોને લગતી સર્વ બાબતોમાં રાજાનો પ્રતિનિધિ હતો.
અન્ય શહેરો અને ગામોમાં વસવા ગયેલા
25 ખેતરોવાળાં ગામો વિષે યહૂદાના વંશજોમાંના કેટલાક કિર્યાથ-આર્બામાં તથા તેનાં ગામોમાં, દિબોનમાં તથા તેનાં ગામોમાં, યકાબ્સેલમાં તથા તેનાં ગામોમાં રહ્યા. 26 અને યેશૂઆમાં, મોલાદામાં, બેથ-પેલેટમાં. 27 હસાર-શૂઆલમાં, બેરશેબામાં તથા તેનાં ગામોમાં પણ રહ્યા.
28 તેઓમાંના સિકલાગમાં, મખોનામાં તથા તેના ગામોમાં, 29 એન-રિમ્મોનમાં, સોરાહમાં તથા યાર્મૂથમાં, 30 ઝાનોઆ, અદુલ્લામ તથા તેઓનાં ગામોમાં, લાખીશ તથા તેનાં ખેતરોમાં અને અઝેકા તથા તેનાં ગામોમાં રહ્યા. આમ તેઓ બેરશેબાથી તે હિન્નોમની ખીણ સુધી વસ્યા.
31 બિન્યામીનના વંશજો પણ ગેબાથી તે મિખ્માશ, અઝઝાહ, બેથેલ તથા તેનાં ગામોમાં રહ્યા. 32 તેઓ અનાથોથ, નોબ, અનાન્યા, 33 હાસોર, રામા, ગિત્તાઈમ, 34 હાદીદ, સબોઈમ, નબાલ્લાટ, 35 લોદ, ઓનો તથા કારીગરોની ખીણમાં વસ્યા. 36 અને યહૂદિયામાંના લેવીઓના કેટલાક સમૂહો બિન્યામીનના વંશજોની સાથે વસ્યા.