25
બિલ્દાદ
1 પછી બિલ્દાદ શૂહીએ ઉત્તર આપ્યો અને કહ્યું,
2 “સત્તા અને ભય તેમની પાસે છે;
તે પોતાના ઉચ્ચ સ્થાનોમાં શાંતિ કરે છે.
3 શું તેમના સૈન્યોની કંઈ ગણતરી છે?
અને કોના ઉપર તેમનું અજવાળું નથી પ્રકાશતું?
4 ઈશ્વરની સમક્ષ મનુષ્ય કેવી રીતે ન્યાયી ઠરે?
અને સ્ત્રીજન્ય કેવી રીતે પવિત્ર હોઈ શકે?
5 જુઓ, તેમની દૃષ્ટિમાં ચંદ્ર પણ નિસ્તેજ છે;
અને તારાઓ પણ નિર્મળ નથી.
6 તો પછી મનુષ્ય જે કીડા જેવો છે,
અને મનુષ્યપુત્ર* 25:6 માનવ જાત જે કીડો જ છે, તે કેવી રીતે પવિત્ર હોઈ શકે!”